ગુજરાત
News of Tuesday, 5th June 2018

દમણગંગા પુલ ઉપર રેલિંગ સાથે અથડાયા બાદ લોખંડની એંગલના સહારે કાર પુલના છેડે લટકી

કાર ધડાકાભેર અથડાતા ચાલક કારમાંથી ફંગોળાઇને બહાર પડ્યો; ગંભીર ઇજા :મુંબઈ ખસેડાયો

 

 વાપીઃ દમણગંગા પુલ પર એક કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ લોખંડની એંગલના સહારે કાર પુલના છેડે લટકી છે વાપી પાસે આવેલા દમણગંગા પુલ ઉપર એક કાર રેલિંગ સાથે અથડાઇ અને રેલિંગની એંગલ કારને ચીરી નાંખી હતી. અકસ્માતમાં ચાલક કારમાંથી ફંગોળાઇને બહાર પડ્યો હતો.તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેને પહેલા વાપી અને ત્યારબાદ મુંબઇ ખસેડવામાં આવ્યો હતો.

  અંગે મળતી વિગત મુજબ વાપી પાસે આવેલા દમણગંગા પુલ પર  મુંબઇ તરફથી એક કાર આવી રહી હતી. કાર ચાલકનો સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ સાથે અથડાઇ હતી. જેના પગલે કાર સાથે વિચિત્ર અક્સમાત સર્જાયો હતો.રેલિંગ સાથે કાર અથડાવાના કારણે ચાલક ફંગોળાઇને કારમાંથી બહાર પટકાયો હતો. જેના પગલે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
  
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો એકઠાં થયા હતા. અને ચાલકને સારવાર અર્થે પહેલા વાપી ત્યારબાદ મુંબઇ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનો ભોગ નનાર કાર ચાલક વાપી સી ટાઇપનો રહેવાસી હતો. કાર સાથેના થયેલા વિચિત્ર અકસ્મતાની વાત કરીએ તો અકસ્માત બાદ કાર પુલના છેડા પર લટકી ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રેલિંગની લોખંડની એંગલ કરાને ચીરીને આરપાર નીકળી ગઇ હતી.

  એંગલના સહારે કાર પુલના છેડા પર લટકતી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પુરના છેડે લટકતી કારને જોઇને લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. સફેદ રંગની સ્વિટ કાર સાથે થયેલા અકસ્માતમાં કોઇજાન હાની થઇ ન્હોતી.

(10:06 pm IST)