ગુજરાત
News of Tuesday, 5th June 2018

વડોદરામાં ગેંગવોરમાં ગેંગસ્ટર સલીમ ગોલવાળાના સાગરીત નઈમ ગુંડાની હત્યા:તીક્ષણ હથિયારથી હુમલો કરી રહેંસી નાખ્યો

મોડી સાંજે 7 હુમલાખોરોએ નઈમ ગુંડાના છાતીના ભાગે અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

 

વડોદરામાં ગેંગવોરમાં ગેંગસ્ટર સલીમ ગોલવાળાના સાગરીત નઇમ ગુંડાની કરપીણ હત્યા થઇ છે હત્યાને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે નઇમ તકતીવાલા ઉર્ફે નઇમ ગુંડાનું પાણી ગેટ કહાર વિસ્તારમાં મર્ડર થયું છે. મર્ડર અંગત અદાવતમાં કરવામાં આવ્યું છે.

 

  અંગે મળતી વિગત મુજબ ગઈકાલે મોડી સાંજે 7 હુમલાખોરોએ નઈમ ગુંડાના છાતીના ભાગે અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.

 

  અગાઉ મૃતક નઈમ ગુડાએ હુમલાખોરો વિરૂદ્ધ રાવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે મરનાર નઈમ ગુંડા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. ઉલ્લેખનિય છે કે 3 મહિના પહેલા વાળી વિસ્તારમાં મૃતક નઈમ ગુંડાએ ફાયરિંગ કર્યું હતું. જેથી વાડી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી અદાવતમાં નઈમ ગુંડાનું મર્ડર કરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

  સમગ્ર મામલે પાણીગેટ પોલિસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

(10:08 pm IST)