ગુજરાત
News of Tuesday, 5th June 2018

અમદાવાદમાં જાણીતી રેડિયો જોકીએ પતિ વિરુદ્ધ માનસિક ત્રાસની નોંધાવી ફરિયાદ:બીભત્સ મેસેજ મોક્લ્યાનો આરોપ

-બૉલીવુડ કલાકારો સાથે ધરોબો ધરાવતી આ આરજેએ સાઇબર ક્રાઇમમાં આપી અરજી :પતિએ સોશ્યલ મીડીયામાં અભદ્ર સંદેશ મોકલ્યા અને ખાનગી વાતોની લિંક પણ પોસ્ટ કરી

 

અમદાવાદની એક રૅડીયો જોકીએ પોતાના પતિ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે તેણીએ પતિ સામે બીભત્સ મેસેજ મોક્લ્યાનો અને કેટલીક ખાનગી વાતો શોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યાનો આરોપ મુક્યો છે અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. રેડિયો જોકીએ પોલીસને આપેલી અરજીમાં તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાઇબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

  મળતી વિગત મુજબ શહેરની ખૂબ જાણીતી આર.જે. સાઇબર ક્રાઇમમાં એક અરજી આપી હતી. બોલિવૂડના કલાકારો સાથે સારો ઘરોબો ધરાવતી રેડિયો જોકીએ પોતાની આરજીમાં પતિ સામે બીભત્સ સંદેશ મોકલવાનો આરોપ લગાવ્યો છે. આરજેનું કહેવું છે કે તેના પતિએ તેને સોશિયલ મીડિયામાં અભદ્ર સંદેશ મોકલ્યા હતા. એટલું નહીં તેના ફેસબુક પર ખાનગી વાતોના બ્લોગની લિંક પણ પોસ્ટ કરી હતી. આરજેએ પતિ તેને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

  ફરિયાદ પ્રમાણે આરજેના પતિએ તેના -મેલ આઈડીથી તેની ફોઈ, તેના કાકા અને તેના ભાઈને તેના વિશે બીભત્સ લખાણવાળા સંદેશ મોકલ્યા હતા. સંદેશને તેણે વોટ્સએપ, ફેસબુક તેમજ બીજા સોશિયમ મીડિયાના માધ્યમથી ફરતાં કર્યાં હતાં. આટલું નહીં આરજેના પતિએ તેની ખાનગી વાતોના બ્લોગની લિંક તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી.

  આરજેની અરજી બાદ સાયબર ક્રાઇમમાં તેના પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 (ડી), 292 તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (અમેન્ડમેન્ટ) એક્ટ 2008ની કલમ 67 પ્રમાણો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પતિ સામે ફરિયાદ દાખલ કરાવનાર આરજેએ પહેલા પણ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. સપ્ટેમ્બર 2017માં આરજેએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં તેના પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

(10:04 pm IST)