ગુજરાત
News of Tuesday, 5th June 2018

નવસારી નજીક ટ્રક અટકાવવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

નવસારી: નજીકનાં મોટી ચોવીસી રામલામોરા ગામે રેતી ભરેલી ટ્રક અટકાવવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં ગત રાત્રે બે સ્થાનિક જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ હતી. નવસારી નજીકનાં મોટી ચોવીસી ગામે, રામલામોરા, ટેકરા ફળિયામાં રહેતી મનીષા રાઠોડ અને ઓડ જ્ઞાાતિની મહિલાઓ વચ્ચે રેતી ભરેલી ટ્રક મહોલ્લામાંથી જતી અટકાવવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં હિતેશ રણજીતભાઈ રાઠોડ વિગેરે ભાવેશ દિનેશભાઈ ઓડ, અનીલ ઓડ, સતીષ દશરથભાઈ ઓડા વિગેરેને કહેવા જતાં તેઓ વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા ભાવેશ, અનીલ, સતીષ ઓડ તથા તેના દશેક જેટલા સાગરિતો તેમજ જયા દશરથભાઈ ઓડ, નયના પ્રવિણભાઈ ઓડ અને મધુ રમેશભાઈ ઓડ તથા અન્ચ ચાર જેટલી ઓડ મહિલાઓએ રજૂઆત કરવા આવેલા ઈશ્વર શંકરભાી રાઠોડ, અનીલ છીબુભાઈ રાઠોડ તથા અનીલ ચીમનભાઈ રાઠોડ ઉપર ધાર્યુ તથા પાવડા, લાકડા વડે હિંસક હુમલો કરી આડેધડ ફટકાઓ વડે માથામાં તથા શીરરે માર મારવા લાગતાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. આથી આદિવાસી સમાજના લોકો દોડી આવતા ભાવેશ ઓડ વિગેરેએ આજે તો બચી ગયા છો. બીજીવાર ઝઘડો કરશો તો જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત ઈશ્વરભાઈ રાઠોડ, હિતેશ રણજીતભાઈ રાઠોડ, મનિષાબેન સુરેશભાઈ રાઠોડ, અનિલ છીબુભાઈ રાઠોડ અને જીજ્ઞોશ ઠાકોરભાઈ રાઠોડને માથાના ભાગે તથા શરીરે હાથે-પગે ઈજાઓ થતા નવસારી સિવિલમાં દાખલ કર્યા છે.
 

(5:47 pm IST)