ગુજરાત
News of Tuesday, 5th June 2018

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં અપહરણના ગુનાહમાં સતત વધારો થતા અરેરાટી

આણંદ:જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજ બરોજ આ કિસ્સાઓમાં બેથી ત્રણ વ્યક્તિઓ આણંદ જિલ્લામાંથી ગુમ થતી હોવાની પોલીસ ચોપડે નોંધ થતી રહે છે. આવા કિસ્સાઓમાં મનુષ્ય હરણના કિસ્સાઓ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦થી વધુ થવા પામ્યા છે. વધતા જતા આ કિસ્સાઓમાં પણ પોલીસની નિષ્ફળતા અને અનાવડતના કારણે ડિટેઈન કરવામાં નિષ્ફળ નિવળી છે. આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રતિવર્ષ મનુષ્ય હરણની ઘટનાઓનો આંક ૧૦૦ ઉપર પહોંચ્યો છે. મનુષ્ય હરણના કિસ્સામાં પોલીસની કામગીરી નિષ્ફળ નિવળતી હોવાથી આવા ગંભીર કિસ્સાઓ બનતા હોવાની બુમ નગરજનોમાં પડી છે. આ કિસ્સાઓ વધતા જ લોકાનેે પોતાના યુવાન દિકરા દિકરીઓની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ આવા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ બાદ એક પણ વર્ષમાં આ તમામ કિસ્સાઓને ડિટેક્ટ કરી શકી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા નથી.
 

(5:47 pm IST)