રાત્રીના સુમારે સોજીત્રા પોલીસે મઘરોલમાંથી જુગાર રમતા ચાર ઈસમોને 26 હજારની રોકડ સાથે ઝડપ્યા
સોજીત્રા:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે મઘરોલ ગામે એક મકાનની ઓશરીમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી પાડીને રોકડા ૨૬૭૬૦ તથા ત્રણ મોબાઈલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
ગઈકાલે રાત્રીના સુમારે સોજીત્રા પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એવી માહિતી મળી હતી કે, મઘરોલ ગામે રહેતા કનુભાઈ ઉર્ફે કલો આશાભાઈ રાઠોડના મકાનની ઓશરીમાં લાઈટના અજવાળે કેટલાક શખ્સો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં કનુભાઈ ઉર્ફે કલો, શિવરામ છગનભાઈ રાઠોડ, જશવંતભાઈ બુધાભાઈ રાઠોડ તથા ગણપતભાઈ છોટાભાઈ રાઠોડ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે રોકડા ૨૬૭૬૦ તથા ત્રણ મોબાઈલ સહિત કુલ ૩૩૨૬૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.