ગુજરાત
News of Tuesday, 5th June 2018

માતરમાં નજીવી બાબતે બે ઈસમો વચ્ચે થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

માતર :માર્કેટયાર્ડ નજીક શનિવારે રાત્રે પઠાણ અને પરમાર ઈસમો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતરમાં રહેતા અરબાઝખાન પઠાણ ગત તા.૨-૧૬-૧૮ની રાત્રે બાઈક લઈને માર્કેટ યાર્ડ રોડ પરથી જતો હતો ત્યારે ચાલુ બાઈકે સીગરેટ પીતો હોઈ તેની રાખ સચીન ઉપર પડી હતી. જેથી હિતેષ મનુભાઈ પરમાર અને તેમના સંબંધીઓએ અરબાઝખાનને ઠપકો આપ્યો હતો. જેથી અરબાઝખાન પઠાણે ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ અરબાઝખાન અને તેના ત્રણ મિત્રોએ હિતેષ મનુભાઈ પરમાર, સચીન ખોડાભાઈ મનસુખભાઈ તેમજ જીગ્નેશ મનુભાઈ પરમારને લાકડી તેમજ ગડદાપાટુ માર માર્યો હતો.

બનાવ અંગે હિતેનભાઈ મનુભાઈ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે અરબાઝખાન બીસ્મીલ્લાખાન, નઈમ દિવાન, સલમાનખાન રીક્ષાવાળો તથા મહંમદઅલી સામે ગુનો દાખલ કર્યો હતો જ્યારે સામા પક્ષે બસીરખાન ઉર્ફે બીસ્મીલ્લાખાન અલીયારખાન પઠાણની ફરિયાદ આધારે માતર પોલીસે હિતેષભાઈ પરમાર, જીગ્નેશભાઈ મનુભાઈ પરમાર, ઠાકોર કાંતીભાઈ પરમાર તેમજ ચીનુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)