ગુજરાત
News of Tuesday, 5th June 2018

નડિયાદ તાલુકાના કમળા ગામે ઉછીના પૈસા માંગતા બે પરિવારો બાખડયા

નડિયાદ:તાલુકાના કમળા ગામે ઉછીના પૈસા પાછા માંગતા બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગડદાપાટુનો માર મારનાર ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ-કપડવંજ રોડ પુુનેશ્વરમાં ઈશ્વરભાઈ હરમાનભાઈ મારવાડી રહે છે તેમણે અલ્પેશભાઈ ડાભીને ઉછીના પૈસા આપ્યા હતા. આ ઉછીના પૈસાની માંગણી કરતા અલ્પેશભાઈ ડાભીએ બોલાચાલી કરી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ લાકડાનો દસ્તો લઈ આવી ઈશ્વરભાઈ મારવાડીને જમણા હાથના કાંડા ઉપર મારી ફેક્ચર કર્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઈસમોએ ઈશ્વરભાઈને ગડદાપાટુ માર માર્યો હતો.

બનાવ અંગે ઈશ્વરભાઈ હરમાનભાઈ મારવાડીની ફરિયાદ આધારે રૂરલ પોલીસે અલ્પેશભાઈ જયસીંગભાઈ ડાભી, અલ્પેશભાઈના બનેવી જીગ્નેશભાઈ, જીગ્નેશભાઈના મોટાભાઈ ટીનાભાઈ તથા અલ્પેશના કાકાના દીકરા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)