ગુજરાત
News of Tuesday, 5th June 2018

અમદાવાદ જિલ્લા પંચાયત કોના હાથમાં રહેશે?

૨૨મીએ પૂરી : કોંગ્રેસ પાસે ૧૮ અને ભાજપ પાસે ૧૫ સભ્યો : કરોડોની ઓફરો થયાની ચર્ચા : હોર્સ ટ્રેડીંગ

અમદાવાદ તા. ૫ :  અમદાવાદ જિલ્લા પંચાયતની ટર્મ ૨૨મી જૂને પૂરી થાય છે. ભાજપ આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયતમાં કબજો જમાવવા પ્રયાસ કરી રહ્યું છે. હાલ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે ૧૮ બેઠકો અને ભાજપ પાસે ૧૫ બેઠકો છે. ભાજપના એક સભ્ય સસ્પેન્ડ છે. કબજા માટે ભાજપે સભ્ય દીઠ ૭થી ૧૦ કરોડની ઓફર કરી હોવાનું અમદાવાદના અખબારમાં પ્રસિધ્ધ થતાં ખળભળાટ મચી ગયો છે.

આ અહેવાલો મુજબ સમગ્ર કવાયત એટલી ગુપ્ત ચાલી રહી છે. ભાજપના કેટલાક ટોચ નેતાઓ કામે લાગી ગયા છે. દિલ્હીથી સીધી દોરવણી થઇ રહી હોવાનું પણ મનાય છે. આ સભ્યો સાથે દિલ્હી સ્થિત નેતાઓ સાથે વાત પણ કરાવવામાં આવી છે. ફોન પર મોટી રકમ ઓફર કરી હોવાની વાત બહાર આવી છે. સુત્રો કહે છે,કે સભ્ય દીઠ ૭દ્મક ૧૦ કરોડ સુધીની ઓફર કરાઇ છે.

જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ કહે છે કે, ભાજપ કોંગ્રેસના એક પણ સભ્યને ખરીદવામાં સફળ થશે નહીં. અમારા સભ્યો ભાજપની પાટલીમાં બેસશે નહીં. બીજીતરફ કોંગ્રેસના સભ્યોમાં કચવાટ છે. સભ્યો વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસ બહુમતી પુરવાર કરવામાં અસફળ રહે તેવા પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. પ્રથમ ટર્મમાં સભ્ય વચ્ચે ભારે ખેંચતાણ ચાલી હતી. જેથી આ વખતે સ્થિતિ વધુ વણસે તેવી શકયતા છે.

હોર્સટ્રેડિંગમાં સભ્યો ખરીદાય તો કોંગ્રેસ પાર્ટી આક્રમક બની પગલાં ભરી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે તેવો સભ્યોને ડર છે. જેથી અંતિમ સમય ત્રણ સભ્યો ગેરહાજર રહી ગેમ કરે તેવી શકયતા છે.(૨૧.૯)

(11:36 am IST)