ગુજરાત
News of Tuesday, 5th June 2018

ધોરણ-10 પછી શું કરવું ? શિક્ષણ બોર્ડે ‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ’ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી

મોબાઇલ એપમાં વિષય પ્રમાણે અને વિષય કે અભ્યાસક્રમના કોર્ષ રાજ્યમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ છે તેની જિલ્લાવાર માહિતી

 

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10ની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને પસંદગી મુજબ કારકિર્દી બનાવી શકાય તે હેતુથીગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલતેમજ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે .

   મળતી માહિતી મુજબ ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ તેમજ મોબાઇલ એપ્લિકેશન ઉપર વિદ્યાર્થીઓના ટેસ્ટનું પરિણામ મુકવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે માર્ગદર્શનની વિગતો પણ દર્શાવાઇ છે. www.gujaratcareermitra.in- ‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલતથા મોબાઇલ એપ્લિકેશન પર વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર દ્વારા ટેસ્ટનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હશે તે વિષય કે પોતાની રૂચિ મુજબ ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓની માહિતી પણ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી મેળવી શકશે.

  મોબાઇલ એપમાં વિષય પ્રમાણે તથા વિષય કે અભ્યાસક્રમના કોર્ષ રાજ્યમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ છે તેની જિલ્લાવાર અને જે તે જિલ્લામાં જ્યાં પ્રકારના અભ્યાસક્રમ ચાલતા હોય તેની જિલ્લાની વિગત સાથે જોવા મળશે. ઉપરાંત જિલલામાં આવા અભ્યાસક્રમો ચલાવતી શૈક્ષણિક સસ્થાઓની વિગતો પણ વિદ્યાર્થીઓને જોવા મળશે. પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને કારકિર્દીનું ક્ષેત્ર પસંદગી કરવા માટે દિવાદાંડી સમાન બની રહેશે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની પસંદગી મુજબની કારકિર્દી બનાવવાની તક મળી રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવા માટેનો આવો પ્રોજેક્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યો છે.

(11:10 pm IST)