ગુજરાત
News of Tuesday, 5th June 2018

અમદાવાદની HCG હોસ્પિટલની ઘોર બેદરકારી: પગમાં સામાન્ય ગુમડાની સારવાર માટે ગયેલ હર્ષ જીવિત કે મૃત ?: ઘુંટાતું રહસ્ય

         અમદાવાદ:અમદાવાદના મીઠાખળી વિસ્તારની HCG હોસ્પિટલનો એક એવો કિસ્સો જે અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઇઝ બેક' નો એક સીન યાદ અપાવે છે જેમાં એક લાશની સારવાર કરાય છે અને બાદમાં અક્ષયકુમારને ડેડબોડી કલેક્ટ કરવા માટે મસમોટું બીલ આપવામાં આવે છે..

  અમદવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી HCG હોસ્પિટલમાં હર્ષ નામનો એક વીસ વર્ષનો યુવક પગમાં થયેલા સમાન્ય ગુમડાંની સારવાર માટે હોસ્પિટલ ગયો હતો. દરમિયાન ઓપરેશન બાદ અચાનક હર્ષની તબિયત લથડી હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તરફ પરિવારજનોને એવા સમાચાર મળ્યા કે હર્ષનું નિધન થયું છે. પરિવારે એક તરફ ડોક્ટર્સ અને હોસ્પિટલને બાનમાં લીધા. તો બીજી તરફ હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટર્સનું કહેવું છે કે, હર્ષ હજી જીવિત છે પણ તેની સ્થિતિ નાજૂક છે. હર્ષ હાલમાં મલ્ટીપલ ઓર્ગન ફેલિયરનો શિકાર થયો છે.

 હર્ષનાં પરિવારજનોનો આક્ષેપ છે કે હર્ષનો મૃતદેહ હોસ્પિટલ દ્વારા ત્યારે આપવામાં આવશે જ્યારે અમે હોસ્પિટલનાં સાડા ચાર લાખ રૂપિયા ભરીશું. અને બીજી તરફ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, હર્ષ જીવિત છે પણ તેની હાલત નાજૂક છે. હાલમાં તે વેન્ટિલેટર પર છે. હવે આખી ઘટનામાં ચિત્ર સ્પષ્ટ નથી થતું કે હર્ષની સ્થિતિ શું છે. પણ એક વાત સ્પષ્ટ છે કે 20 વર્ષનો હર્ષ જે સામાન્ય ગુમડાંને કારણે ઓપરેશન માટે હોસ્પિટલમાં આવ્યો હતો તે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને બહાર આવે તેવી કોઇ શક્યતા નથી.

  હર્ષને પગમાં સામાન્ય ગાઠ હતી જેને કારણે તેને પગમાં દુખાવો રહેતો હતો. દુખાવાને કારણે તેને હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ડોક્ટર્સે કહ્યું કે, તેની ગાંઠ છૂટી પડીને તેનાં કણ અલગ અલગ નસમાં ધુસવાથી નસો બ્લોક કરી દીધી છે. જેને કારણે તેનું મગજ ચાલતુ નથી અને તેનું ઓપરેશન કરવું પડશે. રાત્રે બે વાગે વાત ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી. તેથી અમે ગભરાઇ ગયા એટલે અમે તુરંત ઓપરેશન કરાવી દીધુ.

  બીજી તરફ ડોક્ટર્સે ઓપરેશન માટે સાડાત્રણ લાખ રૂપિયા થશે તેમ કહ્યું, શનિવારે રાત્રે ઓપરશેન કર્યુ તે સ્થિતિમાં હર્ષ હતો તે સ્થિતિમાં અત્યારે છે. હજી સુધી તે ભાનમાં આવ્યો નથી. ગત સાંજે કિડનીનાં ડોક્ટર્સ આવ્યા અને તેમણે કહ્યું કે, તમે ગમે તે કરો પણ હર્ષ માત્ર 15 ટકા જીવીત છે. અને તેનાં લોહીનું ડાયાલીસીસ કરવા કહેવામાં આવ્યું છે. ડાયાલીસીસ કરાવ્યા બાદ પણ હર્ષ જીવશે નહીં તેમ કિડનીનાં ડોક્ટરનું કહેવું છે.

  આખી ઘટના બાદ અન્ય એક ડોક્ટરને બોલવ્યા અમે તો તેમનું કહેવું છે કે, રવિવારે સવારે 10 વાગ્યાનો હર્ષ રહ્યો નથી. તો મારો સવાલ છે કે ડોક્ટર્સની ટીમ અત્યાર સુધી શું કરી રહી છે. અને તેઓ સેના માટે સાડા ત્રણ લાખ રૂપિયા માંગે છે. અમને અંદર જવા નથી દીધા. અમને લાગે છે કે હર્ષ હવે દુનિયામાં નથી રહ્યો પણ હોસ્પિટલ વાળા અમારી પાસેથી પૈસા લેવા માટે બધું કરી રહ્યાં છે. હું ગત દિવસે પાંચ વખત તે રૂમમાં ગઇ હતી મારે તેનાં પગ પર દોરો બાંધવો હતો. પણ હોસ્પિટલવાળાએ તેનાં ચહેરા પર ભીના કપડાં મુકે છે અને તેને પંખા નીચે રાખવામાં આવ્યો છે. તેની બોડી લાકડા જેવી થઇ ગઇ છે. પણ હોસ્પિટલવાળા માત્ર ને માત્ર પૈસા ખાતર આવું કરી રહ્યાં છે. હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે મારો ભાઇ જીવે છે. મે કહ્યું તો અમને તે આપી દો. તો હોસ્પિટલવાળાનું કહેવું છે કે જો અમે વેન્ટીલેટર કાઢી નાખીયે તો કંઇપણ થઇ જાય તો પછી અમારી કોઇ જવાબદારી નહીં. જ્યારે અમે બહારથી ડોક્ટર બોલવ્યો તેને ચેક કરીને કહ્યું કે તમારો ભાઇ ગઇકાલ રવિવાર સવારનો એક્સપાયર થઇ ગયો છે.

આખી પરિસ્થિતિ પહેલી વખત હોસ્પિટલમાં બની હોય તેમ નથી. પહેલાં પણ HCG હોસ્પિટલનાં એવાં ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં દર્દીઓ ચાલીને સામાન્ય સારવાર માટે હોસ્પિટલમાં ગયા હોય અને બાદમાં તેમનો મૃતદેહ પાછો ફર્યો હોય. એકબાદ એક આા કિસ્સાઓ વારંવાર સામે આવ્યા બાદ લાગે છે કે પાછળ હોસ્પિટલ તંત્રની બેદરકારી હોય. (ટિવી૧૮ ગુજરાતીમાંથી સાભાર)

(11:08 pm IST)