ગુજરાત
News of Wednesday, 5th May 2021

નર્મદા જિલ્લામાં બુધવારે ૫૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૪૨૯ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૫૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં નવા ફળિયા ૦૧, વિસાવગા ૦૧, સ્ટેશન રોડ ૦૧, કસ્બાવાડ ૦૧ તથા નાદોદ તાલુકામાં રીંગણી ૦૧, જીતનગર ૦૧, ધમણાચા ૦૧, ભદામ ૦૧, જેતપુર ૦૧,વડિયા ૦૧, નવા રુંઢ ૦૧, શેહરાવ ૦૧, જીયોરપાટી ૦૧,રામપરા ૦૧,વાવડી ૦૧ તથા  ગરુડેશ્વર તાલુકા માં નવા વાઘપુરા ૦૧,ગોરા ૦૨,ખેરકુવા ૦૧,સુરવા ૦૧, લીંમડી ૦૧,બોરીયા ૦૧, પાનતલાવડી ૦૧, દેહફા ૦૧,નાની રાવલ ૦૧,બારાફળિયા ૦૧,ગડકોઈ ૦૧, ગુનેઠા ૦૧,કેવડિયા ૦૧, ઝરીયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં કાલાઘોડા ૦૧, રેગણ ૦૧, વાઘેલી ૦૧, તલાવપુરા ૦૧, આંમલીયા ૦૧, સાહેબપુરા ૦૧, વિરપુર ૦૧, ઉચાદ ૦૧, નલિયા ૦૧, તિલકવાડા ૦૨, કંથરપુરા ૦૧, વજેરીયા ૦૧, ફતેપુર ૦૧, ગમોડ ૦૧, વાસણ ૦૧, કારેલી ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ગુંલદાચાંબા ૦૧, સેજપૂર ૦૧ તથા  સાગબારા તાલુકામા ઉભારીયા ૦૧, દેવીદવ ૦૧, પાનખલા ૦૧, ચોપડવાવ ૦૧ ,ખોપિ ૦૧, મોટી દેવરુપણ ૦૧, સજનવાવ ૦૧, મોટા કાંકડીઆંબા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૫૭ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૩૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૦૧ દર્દી દાખલ છે, આજે ૩૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૦૯૮ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૪૨૯ પર પહોચ્યો છે.આજે વધુ ૧૪૨૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:20 pm IST)