ગુજરાત
News of Wednesday, 5th May 2021

મોડાસા તાલુકાના બોલુન્દ્રા પંથકમાં ગેરકાયદે માટીનું ખનન કરતા ભૂમાફીયાને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી 1.70કરોડનો મુદામાલ જપ્ત કર્યો

મોડાસા:તાલુકાના બોલુન્દરા પંથકમાં મંજૂર કરાયેલ માટીની કર્વારી પરમીટમાંથી ગેરકાયદેસર રીતે અનેકઘણું ખોદકામ કરાતું હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે છાપો માર્યો હતો. અને ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલ પરમીટ ધારકનું રોયલ્ટી એકાઉન્ટ તાત્કાલીક ધોરણે બંધ કરી હીટાચી મશીન અને ડમ્પર સહિત કુલ રૂપિયા .૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ની કડક કાર્યવાહીને પગલે ભૂમાફીયા ફફડી ઉઠયા હતા અને કસૂરવાર પરમીટ ધારક સામે દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

એક તરફ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વકર્યું છે. વધતા કેસ અને મરણના આંકને લઈ ભયનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે કેટલાક તત્વો આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનો સ્વાર્થ અંકે કરવા કમ્મર કસી રહયા છેઅને ગેરરીતીઓ આચરી સરકારને નુકશાન પહોંચાડી રહયા છે,ત્યારે આવા કસૂરવારો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે.

જિલ્લા ખાણ ખનીજ અધિકારી સ્થળેથી હીટાચી અને ડમ્પર સહિત કુલ રૂ..૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દીધો હતો. ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરી દ્વારા ગેરરીતી અટકાવવા નિવારાત્મક પગલા ના ભાગરૂપે તાત્કાલીક અસર થી કર્વારી પરમીટનું રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી કસૂરવાર પરમીટ ધારક સાથે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની લાલ આંખથી પંથકમાં ગેરરીતી આચરતા અન્ય તત્વોમાં ફફડાટ સર્જાયો હતો.

(5:15 pm IST)