ગુજરાત
News of Wednesday, 5th May 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બીમાર કબૂતરને બચાવવા બાબતે પિતા-પુત્રનો યુવક પર જીવલેણ હુમલો

વડોદરા:શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા અભિષેક શુક્લા એડવર્ટાઇઝ બેનર બનાવવાનું કામ કરે છે. બે દિવસ અગાઉ  અભિષેક કિશનવાડી વિસ્તારના શ્યામ કોમ્પલેક્ષ પાસે કબુતર બીમાર હાલતમાં હોય તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે અગાઉ અભિષેક સાથે કામ કરતા જનક મારવાડીએ  કબુતર ને લઈ તકરાર કરી હતી .અને અભિષેકને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો.

ત્યારબાદ રાત્રે બે વાગે જનક મારવાડી તેના પિતા ભરતભાઈ તથા કાકા લાલાભાઇ  ચપ્પુ તથા ગુપ્તી લઈ ઘસી આવ્યા હતા. અને જનક મારવાડીએ ગળાના ભાગે અભિષેક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જ્યારે તેના પિતા તથા કાકા ગુપ્તી વડે માથામાં તથા હાથ-પગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત અભિષેક જીવ બચાવવા ત્યાંથી નાસ્તા હુમલાખોરોએ પીછો કરી આજે તને જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરી અભિષેકને બચાવી 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો.

(5:09 pm IST)