ગુજરાત
News of Wednesday, 5th May 2021

સુરત કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ૧૭૯ ઇન્ટર્ની ડોકટરો અચાનક હડતાળ પર ઉતરી જતા અધિકારીઓમાં ભારે દોડધામ

કામના બહુ જ વચ્ચે ઇન્ટરનેટ ડોક્ટરોને હોટલ જેવી સુવિધા નહી મળતા  હડતાળ પર ઉતરી ગયા છે. સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ વિભાગોની ઓપીડી બંધ કરી અને  ગંભીર હાલતના દર્દીઓ માટે તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલમાં અને મલ્ટીલેવલ પાર્કિંગમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં સિનિયર ડોકટર,રેસિડેન્ટ ડોકટરો સાથે ૧૭૦ જેટલા ઇન્ટર્ન ડોકટરો વિવિધ વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. ઘણા ઇન્ટર્ન ડોકટરો કેટલાય સમયથી હોસ્ટેલમાં જ રહે છે. પણ ત્યાં એ.સી. કે કોઈ સુવિધા નથી, જમવાનું બરાબર મળતું નથી તેવો ડોકટરોનો આક્ષેપ છે. કોલેજના ડીન ડો.આર.કે બંસલએ કહ્યુ કે ઇન્ટર્ન ડોકટરોને સ્મીમેરની હોસ્ટેલો, એસવીએનઆઇટી હોસ્ટેલ તથા યુનિવસિર્ટીની હોસ્ટેલમાં સુવિધા કરી અપાઇ છે. ચા-નાસ્તા-ભોજનની સુવિધા પણ કરાયેલી છે. 

 કોરોનામાં ઇન્ટર્ન ડોકટરો ફરજ પરથી ઘરે જાય તો તેમના પરિવારજનોને ચેપ લાગવાનું જોખમ રહે છે.જેથી તેમને હોસ્ટેલ ફાળવવામાં આવી છે. છતા તેઓ હડતાલ પર ઉતરતા એપેડેમીક ડીસીઝ એકટ, ૧૮૯૭ અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ મુજબ કાયદેસર પગલા ભરાશે.

(1:21 pm IST)