ગુજરાત
News of Wednesday, 5th May 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે ૫૪ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૩૭૨ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં કાછીયા વાડ ૦૧, માધવબાગ ૦૧, વડીયા પેલેસ ૦૧, પંચવટી ૦૧, કસ્બાવાડ ૦૧, ઇન્દ્રપુરી ૦૧ તથા નાદોદ તાલુકામાં સિસોદ્રા ૦૧, નાવરા ૦૧, તારોપા ૦૧, રામપરા ૦૧, અણીજરા ૦૨, ગોપાલપુરા ૦૧, વાવડી ૦૧,ભદામ ૦૧, ટંકારી ૦૧, ઢોલાર ૦૧, પ્રતાપ નગર ૦૧ તથા  ગરુડેશ્વર તાલુકા માં ભૂમાલીયા ૦૧, વાંઝણીતાળ ૦૧, બાર ફળિયા ૦૧, ગરુડેશ્વર ૦૧, મોટા પીપરીયા ૦૧, કેવડિયા ૦૧, સાંડીયા ૦૧, હરીપુર ૦૧, ઝરીયા ૦૧, નાના થાવડીયા ૦૧, જંતર ૦૧, સુરજવડ ૦૧ તથા તિલકવાડા તાલુકામાં સાવલી ૦૨, ખાટ્ટાશીતરા ૦૧, નમારીયા ૦૧, વિરપુર ૦૧, વાસણ ૦૧, લીમપુરા ૦૧, પહાડ ૦૧, દાહેડ ૦૧, બુજેઠા ૦૨, વ્યાધર ૦૧, પુછપુરા ૦૧, તીલકવાડા ૦૧, પીછીપુરા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં વાડવા ૦૧, થવા ૦૧ તથા સાગબારા તાલુકામાં સાગબારા ૦૧, નાના ડોરઆમલા ૦૧, સોરાપાડા ૦૧, સેલંબા ૦૨, અમીયાર ૦૧, કુઇદા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૫૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૨૫ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૮૦ દર્દી દાખલ છે, આજે ૪૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૦૬૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૩૭૨ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૭૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(12:26 pm IST)