ગુજરાત
News of Wednesday, 5th May 2021

સીઆર પાટીલ દ્વારા કોવિડ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

એમ્બ્યુલન્સના લોકાર્પણ સમારંભમાં પાટીદાર આગેવાન અને એડવોકેટ ચેતન પટેલ(રાબડા), લક્ષ્મણભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ(વાઘછીપા), તેજસ પટેલ(કેવાડા), નિમેષ પટેલ વગેરે ઉપસ્થિત :એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે મળે એ માટે વલસાડ આરટીઓ અધિકારી રાવલિયા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી જાડેજાએ, ચાઇલ્ડ લાઇનના ભગીરથસિંહ ચૂડાસમા અને પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે પણ મદદ કરી.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં કોરોનાના કહેર વચ્ચે વલસાડના પાટીદાર સમાજ દ્વારા એક એમ્બ્યુલન્સ નગરપાલિકાને આપી સેવાનું ઉમદા કાર્ય કર્યું છે. વલસાડ તાલુકાના જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ એમ્બ્યુલન્સ નગરપાલિકાને આપવામાં આવી છે. જેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલ ખાતે કરવામાં આવી છે.
વલસાડના જેમસન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ વસનજીભાઇ પટેલે એકલા હાથે દાન આપી એમ્બ્યુલન્સ ખરીદી ટ્રસ્ટના નામે આ એમ્બ્યુલન્સ નગરપાલિકાને આપી છે. આ એમ્બ્યુલન્સ ન્યાત જાત, ધર્મના ભેદભાવ વિના કામ કરવા માટે આપવામાં આવી છે. તેમની આ ઉમદા કામગીરીની સમગ્ર વલસાડમાં વાહવાહી થઇ રહી છે.
આ સંદર્ભે અકિલા સાથેની વાતચિતમાં વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી દિલીપભાઇ દેસાઇએ જણાવ્યું કે, પાટીદાર સમાજનું વલસાડ શહેરને અપાયેલું યોગદાન અમુલ્ય છે. કોરોના કાળમાં એક સમાજ પોતાના માટે જ નહી, પરંતુ તમામ લોકોની સેવા માટે આવું ઉમદા કાર્ય કરે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે.
આ એમ્બ્યુલન્સના લોકાર્પણ સમારંભમાં પાટીદાર આગેવાન અને એડવોકેટ ચેતન પટેલ(રાબડા), લક્ષ્મણભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ(વાઘછીપા), તેજસ પટેલ(કેવાડા), નિમેષ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે મળે એ માટે વલસાડ આરટીઓ અધિકારી રાવલિયા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના અધિકારી જાડેજાએ, ચાઇલ્ડ લાઇનના ભગીરથસિંહ ચૂડાસમા અને પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે પણ ખૂબ મદદ કરી હતી.

(11:44 pm IST)