ગુજરાત
News of Tuesday, 4th May 2021

‘કોરોનીયા’ તું હવે જો... ભુવાની બોલીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલઃ વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજૂ

પંચમહાલ: રાજ્યમાં કોરોના વાયરસે લોકોને ભયભીત કર્યા છે. ત્યારે કોરોના અંગે ભુવાની બોલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દવાઓ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને શરીરમાંથી કાઢવા ભુવાનો સહારો લેવાઈ રહ્યો છે. જો કે, વીડિયો ક્યાનો છે તે સ્પષ્ટ થયું નથી પરંતુ આ વીડિયો પંચમહાલ અને દાહોદના અંતરિયાળ વિસ્તારનો હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજોરથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. ત્યારે મોત આંકડામાં પણ વધારો થતો જોવા મળ્યો હતો. રાજ્યમાં કોરોના કહેરને લઇને લોકો પણ ભયભીત છે. એવામાં કોરોના અંગે ભુવાની બોલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભુવાજી લીમડાના પાનથી ઝાડો નાખી કોરોનાને રાજી ખુશીથી પરત જવાની વિનવણી કરી રહ્યા છે. દવાઓ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને શરીરમાંથી કાઢવા ભુવાનો સહારો લેવાઈ રહ્યો છે. કોરોનાને તળપદી ભાષામાં કોરોનીયા કહી ઉલ્લેખવામાં આવ્યો છે.

આ વીડિયોમાં કોરોનીયા તું ક્યાંથી આવ્યો... બાંધ્યા અને છુટા ભૂખ્યા માર્યા... તને સાત ખાડા ખોદી દાટુ... જેવા હાસ્યાસ્પદ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રમુજી વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ આ વીડિયો પંચમહાલ અને દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

(4:57 pm IST)