News of Saturday, 4th April 2020
મહાનગરોમાં 100 બેડની હોસ્પિટલ-આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની કામગીરી માટે અધિકારી જે,પી,ગુપ્તા અને મુકેશકુમારની તાકીદે નિમણુંક
સુપરવિઝન ,સંકલન,અને સમીક્ષા માટે ડો,રાજીવકુમાર ગુપ્તા,ની પણ તાત્કાલિક અસરથી નિમણુંક
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે જેના ભાગરૂપે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,રાજકોટ,સુરત અને ભાવનગર જિલ્લાઓ આરોગ્ય વિસ્તારના સિવાયના અન્ય જિલ્લાઓ-આરોગ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા 100 બેડની ઇન્ફેક્શન ડિસીસ કંટ્રોલ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવા અંગેની કામગીરી સંદર્ભે જે,પી,ગુપ્તા ( આઈ,એ,એસ, ) અને મુકેશકુમાર ( આઈ,એ,એસ ) ની નિમણુંક કરાઈ છે
આ સમગ્ર કામગીરી ઝડપથી સમયસર પૂર્ણ થાય તે હેતુસર આ કામગીરીનું ઓવરઓલ સુપરવિઝન સંકલન,અને સમીક્ષા માટે ડો,રાજીવકુમાર ગુપ્તા,ની પણ તાત્કાલિક અસરથી નિમણુંક આપેલ છે
(12:24 am IST)