ગુજરાત
News of Friday, 5th March 2021

રાજપીપળા બેંક ઓફ બરોડામાં એન્ટ્રી મશીન બંધ પડતા ગ્રાહકો હેરાન : દેના બેંક મર્જ થયા બાદ હજારો ગ્રાહકોને ધક્કા

ગ્રાહકોને સરકારી યોજના કે અન્ય કામ અર્થે પાસબુકમાં એન્ટ્રી ની જરૂર પડતા ફરજીયાત સ્ટેટમેન્ટ કઢાવવું પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કેટલીક બેન્કોના એટીએમ વારંવાર બંધ હાલતમાં જોવા મળતા હોય છે જેમાં રજાના દિવસે ઇમરજન્સી સમયે ગ્રાહકોના ખાતામાં રૂપિયા હોવા છતાં મોટી મુસીબત પડતી હોય છે,ત્યારે હવે શહેરના સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડા નું એન્ટ્રી મશીન એકાદ મહિના થી બંધ પડતા ગ્રાહકો ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે.
 બેન્કોના ગ્રાહકો ને સરકારી યોજનાઓ કે અન્ય કામ અર્થે પાસબુકમાં એન્ટ્રી ની જરૂર પડતા ધક્કે ચઢવું પડતું હોય છે અને દેના બેંક મર્જ થતા બેંક ઓફ બરોડા માં સમાવેશ થયા બાદ લાંબા સમય સુધી દેના બેન્કના હજારો ગ્રાહકો પાસબુક મેળવવા ધક્કા ખાતા હતા અને હાલમાં પાસબુક એન્ટ્રીનું મશીન બંધ થતાં ફરી ગ્રાહકો ધક્કા ખાઇ રહ્યાં છે.
 જોકે આ બાબતે બેન્કના એક જવાબદાર અધિકારી એ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે બેંક ના ઓટલા પર એટીએમ સાથે મૂકેલું એકજ એન્ટ્રી મશીન ઓનલાઈન હોવાથી આખી બેન્કના કોઈ કોમ્પ્યુટર ના પ્રિન્ટર દ્વારા પાસબુક પ્રિન્ટ ન થઇ શકે માટે બહારનું મશીન ચાલુ થયાં બાદ જ એન્ટ્રી ની કામગીરી થશે,અથવા ગ્રાહકે સ્ટેટમેન્ટ કઢાવવું પડશે.

(11:07 pm IST)