ગુજરાત
News of Friday, 5th March 2021

રાજ્યમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા સરકાર કટિબદ્ધ: રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે

તાપી-વલસાડ જિલ્લાઓમાં ૩૮૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત

અમદાવાદ :શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બેન દવેએ જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણ આપવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્યમાં જરૂરિયાત મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી પણ આપવામાં આવી છે. તાપી અને વલસાડ જિલ્લામાં ૩૮૩ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે. 

 આજે વિધાનસભા ખાતે તાપી અને વલસાડ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, તાપી જિલ્લામાં ૧૨૧ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક,  સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તથા વલસાડ જિલ્લામાં ૨૬૨ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સળંગ એકમ શાળાઓ કાર્યરત છે. 
  તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે મોર્ડન શાળઆઓ પણ કાર્યરત કરાઈ છે. જેમાં વર્ગખંડ, આચાર્યખંડ, પ્રયોગશાળા, કોમ્પ્યુટર રૂમ, પીવાના પાણીની સુવિધા, કુમાર-કન્યા માટે અલગ શૌચાલય તથા વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે

(7:29 pm IST)