ગુજરાત
News of Friday, 5th March 2021

ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ નજીક કોલેજમાં રેકટર તરીકે ફરજ બજાવતી મહિલાએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર

ખેડબ્રહ્મા:તાલુકાના મેત્રાલ ગામે આવેલી આરડેકતા કોલેજમાં રેક્ટર તરીકે એક મહિલા ફરજ બજાવતા હતા જ્યાં કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલમાં જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા મોત નિપજ્યું હતું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને જાણ થતાં પી.એસ.આઇ. સ્ટાફ સહિત બનાવના સ્થળે પહોંચી ગયા હતા.

ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ ઉપર મેત્રાલ ગામ નજીક આરડેકતા કોલેજ આવેલી છે. આ કોલેજમાં એન્જીનીયરીંગ, નર્સિંગ, બી.એસ.સી. નર્સિંગ, બી.એડ જેવા વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. હોસ્ટેલ હોવાથી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે. નર્સિંગ કોર્સ કરતી વિદ્યાર્થિનીઓ પણ ત્યાં હોસ્ટેલમાં રહીને ભણે છે. આ હોસ્ટેલના રેક્ટર તરીકે સુરતાબેન મકવાણા ફરજ બજાવતા હતા આજે બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલમાં જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા તુરત જ કોલેજ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને જાણ કરી હતી તેમજ વાલી- વારસોને પણ આ બાબતે જાણ કરી હતી. પોલીસને જાણ થતા પી.એસ.આઇ વિશાલ પટેલ તાત્કાલીક ઘટના સ્થળે જઈ લાશનો કબ્જો લઈ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં પી.એમ. માટે લાવવામાં આવી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી મૃત્યુનું રહસ્ય જાણવા ચક્રો ગતિમાન કરેલ છે અને એકાએક આ રેક્ટર બહેને કેમ ફાંસો  ખાધો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)