ગુજરાત
News of Friday, 5th March 2021

સુરત:અમરોલી-ઉત્રાણ નજીક મોપેડ સવાર યુવાનને આંતરી અન્ય બે લૂંટારૃઓએ ચપ્પુથી હુમલો કરી 61 હજારની લૂંટ ચલાવી છૂમંતર.....

સુરત: શહેરના અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત વીઆઇપી સર્કલ નજીક મોપેડ સવાર યુવાનને આંતરી બે મોપેડ સવાર ત્રણ લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરી હાથ અને જાંઘમાં ઇજા પહોંચાડી મોપેડ અને મોબાઇલ ફોન મળી રૂા. 61 હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.
અમરોલી ન્યુ ક્રોસ રોડ સ્થિત રઘુવીર સોસાયટીમાં રહેતા એમ્બ્રોડરી વર્કર બ્રિજેશ વિનુભાઇ ભીશ્રા (ઉ.વ. 22 મૂળ રહે. ગુંદાળા, તા. ગઢડા, જિ. બોટાદ) ગત બપોરે એક મહિના અગાઉ ખરીદેલી એક્ટીવા મોપેડ લઇ ઉત્રાણ વીઆઇપી સર્કલ સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકમાં કાકાના એકાઉન્ટમાં રોકડ ડિપોઝીટ કરવા જઇ રહ્યો હતો. ત્યારે વીઆઇપી સર્કલ નજીકે બે મોપેડ પર ત્રણ યુવાનો ઘસી આવ્યા હતા અને બ્રિજેશને તારી પાસે જે કંઇ પણ હોય તે આપી દે એમ કહેતા તે ડરી ગયો હતો અને મોપેડ પુર ઝડપે હંકારી ઉત્રાણ-કાપોદ્રા બ્રિજ તરફ ભાગી ગયો હતો. પરંતુ કાપોદ્રા ત્રણ રસ્તા નજીક મોપેડ સવારે લૂંટારૂઓએ બ્રિજેશને આંતરી ચપ્પુ વડે ડાબા હાથની આંગળીમાં ઇજા પહોંચાડી દીધું હતું. જેથી સ્વબચાવ માટે કાપોદ્રા ત્રણ રસ્તા નજીક આસ્થા શોપીંગ સેન્ટર તરફ ભાગી ગયો હતો અને પરંતુ ત્રણ પૈકીનો એક લૂંટારૂએ તેનો પીછો કરી જાંઘના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જેથી બ્રિજેશે બુમાબુમ કરતા રાહદારીઓ એકઠા થઇ જતા લૂંટારૂઓ બ્રિજેશનું નવું એક્ટીવા મોપેડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 61 હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. પીએસઆઇ એચ.વી. ચૌધરીએ ત્રણ પૈકી બે લૂંટારૂની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)