ગુજરાત
News of Friday, 5th March 2021

સુરતના અશ્વનીકુમાર રોડ નજીક જમીન પર કબ્જો ધરાવતા બે ભાઈઓએ દલાલને માર મારી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના અશ્વનીકુમાર રોડ સ્થિત સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ 1 માં પ્લોટ ધરાવતા જમીન દલાલ ઉપર ગતરાત્રે જમીનનો 20 ટકા ભાગ ધરાવતા બે ભાઈઓ પૈકી એકે ત્યાં ભજીયાની દુકાન ચલાવતા યુવાનને ઉશ્કેરી હુમલો કરાવતા જમીન દલાલને ગંભીર ઇજા થઈ હતી. કાપોદ્રા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા મહારાજા ફાર્મની બાજુમાં રિવેરા બંગ્લોઝમાં રહેતા 42 વર્ષીય જમીન દલાલ પિયુષભાઇ બાબુભાઇ શ્યાણીન પિતાએ અશ્વનીકુમાર રોડ સ્થિત સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ 1 માં પ્લોટ નં.9 ખરીદ્યો હતો. વર્ષ 2013 માં તેમના પિતાના અવસાન બાદ સોસાયટીના શેર સર્ટિફિકેટમાં વારસદાર તરીકે પિયુષભાઇ, મોટા ભાઈ ઉમેશભાઈનું નામ ચાલે છે. જોકે, પ્લોટનો 80 ટકા ભાગ બંને ભાઈ પાસે છે જયારે 20 ટકા ભાગ લલીત માંગીલાલ ભણશાલી અને તેના ભાઈ નરેશ પાસે છે. બંને ભાઈઓએ પોતાના ભાગમાં પતરાનો શેડ બનાવી રામદેવ રૂપાભાઇ ગુજ્જરને ભાડેથી આપતા તેણે ત્યાં કેબીન બનાવી મયૂર ભજીયાના નામે દુકાન શરૂ કરી છે. બંને ભાઈઓએ જગ્યામાં કંપાઉન્ડ વોલ બનાવતા અગાઉ બોલાચાલી થઈ હતી.

(6:14 pm IST)