ગુજરાત
News of Friday, 5th March 2021

સુરતના પાંડેસરામાં ઓડિશાના શખ્સે જીતેલા જુગારમાં પૈસાનો હિસ્સો આપવાની ના કહેતા કૌટુંબિક ઝઘડો:હત્યાનો પ્રયાસ થતા પોલીસ ફરિયાદ દાખલ

સુરત: શહેરનાપાંડેસરામાં વતન ઓડિશાના ગંજામ ખાતે જીતેલા જુગારના રૂપિયામાં અડઘો હિસ્સો આપવાનો ઇન્કાર કરતા થયેલા ઝઘડાની અદાવતમાં યુવાન પર કૌટુંબિક કાકા અને તેના મિત્રોએ તલવાર, ફટકા અને હથોડા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

પાંડેસરાની જય અંબે નગર સોસાયટીમાં રહેતા ગૌતમ કપિલ સ્વાંઇ (ઉ.વ. 34) દોઢ મહિના અગાઉ વતનમાં હતો ત્યારે ગામમાં જુગારમાં હજ્જારો રૂપિયા જીત્યો હતો. જુગારની જીતમાં કૌટુંબિક કાકા બાબુલા ઉર્ફે બલીયા લંબુ સદા સ્વાંઇએ અડધો હિસ્સો માંગ્યો હતો પરંતુ ગૌતમે આપવાનો ઇન્કાર કરતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતા.

આ ઝઘડાની અદાવતમાં ગત રાત્રે બાબુલા ઉર્ફે લંબુ સદા સ્વાંઇ (રહે. સરસ્વતી આવાસ, ભેસ્તાન) તેના મિત્ર મિથુન સુભાષ પાઢી, પુનમચંદ ગૌડ, ધોબા ભગવાન સ્વાંઇ (ત્રણેય રહે. સચિન), બલરામ ઉર્ફે બલીયા સ્વાંઇ (રહે. અપેક્ષા નગર, પાંડેસરા), અને નિલાંચલ ગૌડ તલવાર, હથોડો અને લાકડાના ફટકા સાથે ઘરમાં ઘુસી ગયા હતા. અચાનક ઘરમાં ઘુસી આવેલા બાબુલા ઉર્ફે બલીયાએ તલવાર વડે ગૌતમના માથામાં ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. 

(6:14 pm IST)