વડોદરાના વારસિયા વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે સર્જાયેલ તકરારમાં 18 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા જીકી જીવલેણ હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે સર્જાયેલી તકરારમાં 18 વર્સીય યુવકને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલ તેની તબીયત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા લાલ અખાડા પાસે બુધવારે રાત્રે 18 વર્ષીય યુવાનને ચાકુના ઘા ઝીંક્યા હોવાની ઘટનાબની હતી. તિક્ષણ હથિયારના ઘા વાગતા ફસડાઈ પડેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ યુવકની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે.
બનાવના પગલે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત યુવક વિશાલભાઈ મારવાડી અને ખોડીયાર નગરનો રહેવાસી અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.