News of Friday, 5th March 2021
૬૦ વર્ષથી ઉપરના ધારાસભ્યો કોરોનાની રસી લઇ લ્યેઃ રૂપાણી
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.પ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૬૦ વર્ષથી ઉપરના તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની વેકસિન લેવા આજે વિધાનસભાગૃહમાં અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ આ અપિલ કરતા કહ્યું કે, કોરોના સંક્રમણ સામે સુરક્ષીત થવા માટે આપણે સૌ જનપ્રતિનિધિઓએ રસી લેવી અત્યંત અનિવાર્ય છે. આ માટે કોઇપણ સહાયની જરૂર હોય તો નાયબ મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી નિતિનભાઇ પટેલ કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જેથી યોગ્ય આયોજન કરી શકાય.
(4:49 pm IST)