ગુજરાત
News of Friday, 5th March 2021

નરેન્દ્રભાઇ, રાજનાથસિંહ અને અજીત ડોભાલ માટે એન્ટી રડાર સિસ્ટમ્સ ગોઠવાઇ

કેવડીયા લશ્કરની ત્રણેય પાંખની ઐતિહાસિક બેઠકઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપીન રાવતની ઉપસ્થિતિ ધ્યાને લઈ તંત્ર ઊંધા માથે : ડ્રોન ઉડાન પર પ્રતિબંધ, પ્રવાસીના આગમન પર બ્રેક. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સાથે ગુપ્તચર વડા અનુપમ સિહ ગેહલોટ સતત સંકલનમાં. આઇજીપી હરિ કૃષ્ણ પટેલ સાથે લશ્કરના ટોચના અફસરોની બેઠકોનો દોર અવિરત

રાજકોટ તા.૫, નર્મદા કેવડીયા ખાતે ચાલી રહેલ લશ્કરની ત્રણેય પાંખોની અગત્યની હાઈ લેવલની બેઠકમા દિલ્હી એસપીજીની સૂચના મુજબ અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.                                      

 કાલે વડા પ્રધાન આવી રહ્યા હોવા સાથે  રક્ષા મંત્રી તથા રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ  વિગેરેની ઉપસ્થિતિ ધ્યાને લઇને એન્ટી રડાર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. બેઠક દરમિયાન ડ્રોન ઉડાન પર પણ પ્રતિબંધ મુકાયો છે

સમાપન સમારોહમાં નરેન્દ્રભાઇ મોદી સહિત ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપીન રાવત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ ધ્યાને લઈ વડોદરા રેન્જ આઇજી  હરી કૃષ્ણ પટેલ દ્વારા સહેલાણીઓની અવર જવર પર ચોક્કસ નિયંત્રણ દિલ્હીની સૂચના મુજબ મુકાયા છે. વડાં પ્રધાન અમદાવાદથી કેવડીયા સી પ્લેન મા આવે તેવી પણ સંભાવના છે.               ગુજરાતનાં ગુપ્તચર વડા અનુપમસિંહ ગેહલોટ પણ કેન્દ્રીય ગુપ્તચર અજેન્સી સાથે સતત સંકલન જાળવી રહ્યા છે.   અત્રે યાદ રહે કે લશ્કરના ખૂબ જ અગત્યના અધિકારી કાર્યક્રમ નકી થયો તે અગવજ આખી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરી આઇજી હરી કૃષ્ણ પટેલ વિગરે બંદોબસ્ત સ્કીમ અંગે ચર્ચા કરી હતી. લશ્કરના અન્ય ટોચના અધિકારીઓ પણ વડોદરાથી ખાસ હેલિકોપ્ટર મારફત પહોંચી ગયા છે.

(2:46 pm IST)