ગુજરાત
News of Friday, 5th March 2021

કેદીઓ દ્વારા સંચાલિત કેદીઓ અને પરિવાર માટેની બેંક રાજકોટ જેલમાં કાર્યરત બનશે

સમગ્ર દેશમાં સહુ પ્રથમ ગુજરાતમાં કેદીઓ સંચાલીત બેંકના 'અકિલા'ના સમાચારને ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા સમર્થન : જેલ ભજિયા ટર્ન ઓવર ૧ કરોડ , અન્ય ઉધોગ ટર્ન ઓવર ૧૧ કરોડથી વધુ.ઉધોગ દ્વારા રોજગારી મેળવતા કેદીઓ દ્વારા બેંકમાં રકમ જમા કરાવી પરિવારને પણ મોકલી શકશે

રાજકોટ તા.૫,  દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આકાર લેનાર કેદીઓ અને તેમના પરિવારો માટેની કેદી બેંક ગુજરાતમાં સહુ પ્રથમ વખત શરૂ થશે તેમાં રાજકોટનો પણ સમાવેશ થશે તેમ 'અકિલા' સાથેની વાતચીતમાં રાજયના એડી.ડીજી લેવેલના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા જણાવાયું છે. રાજકોટ સાથે અમદાવાદ અને વડોદરા તથા સુરત જેવા મહાનગરની જેલ માં બેંક શરૂ થશે તેમ વિશેષમાં અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.              

 ગુજરાતની વિવિધ જેલમાં જે ઉધોગો ચાલે છે અને તેમાં કામ કરી કેદીઓ પોતાની આવક તેમાં જમાં કરવા સાથે આ કમાણીની રકમ જે મની ઓર્ડર થી મોકલે છે તે નવ રચિત બેંક દ્વારા જમાં કરી મોકલી શકશે.

 કેદીઓ બેંકમાં જમા થતી રકમ દ્વારા જેલ કેન્ટીન દ્વારા જરૂરી ખરીદી કરી શકશે.                                  

અત્રે યાદ રહે કે જેલ ભજિયાં નું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી જેલ ઇન્ડસ્ટ્રી ૧૧ કરોડથી વધુ વાર્ષિક ટર્ન  ઓવર ધરાવે છે, જેમાં કામ કરી કમાણી કેદીઓ કરી બીજી રીતે તેમને આત્મ નિર્ભર બનાવવાના વડા પ્રધાન અને રાજય સરકારના પ્રયાસો ખરા અર્થમાં પરી પૂર્ણ બનાવવા માટેના પ્રયાસો મા બીજી રીતે યોગદાન પણ મળશે. અત્રે યાદ રહે કે લોક જાગૃતિ માટે માસ્ક ની તંગી વખતે જેલ તંત્ર દ્વારા લોકોને કાળા બજારથી બચાવવા થોક બંધ માસ્ક નું ઉત્પાદન કરેલ છે.જેલની કાળ મિંઢ દીવાલો વચ્ચે રહી કેદીઓના હદય પણ તેવા  બને તે માટે જેલ ઉદ્યોગની ઝાંખી કરાવતા ખૂબ સુરત ચિત્ત્।ોવિવિધ જેલમાં શોભી રહ્યા છે.રાજકોટ ચિત્ર નગરીના જીતુભાઈ ઞોટેચા ટીમ નો સહયોગ મળ્યો છે.કેદી કલ્યાણ ની આ યોજનામાં અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી પણ કે જેવો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે તેવો નું પણ યોગદાન મળી રહેશે.

(2:43 pm IST)