ગુજરાત
News of Monday, 5th March 2018

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં બે શૈક્ષણિક સંસ્થાના ગેરકાયદે બાંધકામને લઇને ભારે તડાફડી બોલી

વડોદરા : વડોદરાની જિલ્લા પંચાયત કારોબારીની બેઠકમાં બે મોટી શૈક્ષણિક સંસ્થામાં થયેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે ભારે તડાફડી બોલી જવા પામી હતી. આ પૈકી પારૂલ યુનિ.દ્વારા લીમડા ખાતે હોસ્ટેલ અને કોલેજના બિલ્ડીંગમાં અંદાજે ૭૨ હજાર ફૂટથી વધુ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ છે.જયારે,કે એમ શાહ ચેરિટેબલ અકિલા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપળીયા ગામે કોલેજ બિલ્ડીંગમાં અંદાજે ૩.૩૦ લાખ ફૂટ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ હોવાની વાત છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો કોઇ ઉકેલ નહી આવતા આજે મળેલી વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં આ મુદ્દે બંને સંસ્થાના સંચાલકોને સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું હતુ.તેમણે વુડામાં રિવાઇઝ નકશાની મંજૂરી માટે મુદત માંગતા જિલ્લા પંચાયતે ૧૫  દિવસમાં કોઇ નિકાલ નહી લાવે તો બાંધકામ તોડી નાંખવાના પગલા લેવાની ચીમકી આપી હતી. (૩૭.૨)

(7:12 pm IST)