News of Monday, 5th February 2018
ગાંધીનગર મલ્ટીપ્લેકસમાં તોડફોડ કરનાર ૭ આરોપીઓેને એસઓજીએ ઝડપી લીધા
ગાંધીનગરના મલ્ટીપ્લેકસની બોકસ ઓફિસમાં શુક્રવારે અસામાજીક તત્વોએ તોડફોડ કરી આગ લગાડવાનો પ્રયાસ બાબતે પોલીસે ૭ શખ્સોની ધરપકડ કરી છે.
ગાંધીનગરના ૧૧ સેકટરમાં શુક્રવારે અજાણ્યા શખ્સોએ મલ્ટીપ્લેકસમાં તોડફોડ કરી હતી. જવલનશીન પ્રવાહી નાખીને આગ લગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર દ્યટના CCTVમાં કેદ થઈ હતી. ત્યારે હવે પોલીસે CCTVના આધારે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(6:26 pm IST)