ગુજરાત
News of Sunday, 5th January 2020

નર્મદા ના ડેડીયાપાડા માં પતિને બહેનને ત્યાં જવાનું કહી ગયેલી પત્ની ત્રણ દિવસ થી ગુમ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ડેડીયાપાડા તાલુકા ના માથાસર ગામની મહિલા ગુમ થતા તેમના પતિ એ પોલીસ નો સહારો લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માથાસર ગામના મોતીસિંગભાઈ બીડાભાઈ વસાવા એ ડેડીયાપાડા પો.સ્ટે.માં જાણ કર્યા મુજબ તેમના પત્ની વિધાબેને ગત તારીખ ૨ જાન્યુઆરી એ જણાવ્યું કે મારે માથાસર ગામે આવવુ નથી મારી બહેન મીનાબેન રૂતીકભાઈ જેઠાભાઈ વસાવાનાઓ રહે ગોપાલપુરા નવી વસાહત,તા. ડભોઈ જી.વડોદરાના ઘરે જવુ છે તેમ કહી પેસેન્જર ગાડી મા બેસી ભાણદ્રા ગામ તરફ ગયેલી જે આજદીન સુધી મળી આવી નથી તેની સાગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પતિ એ પોલીસ નું શરણું લીધું હતું. ડેડીયાપાડા પોલીસે ગુમ થયા ની જાહેરાત લઈ વિદ્યાબેન ની શોધખોળ શરૂ કરી છે.

(4:28 pm IST)