News of Saturday, 5th January 2019
આહીર સમાજનું ગૌરવ વધારતી રાજકોટની જ્હાનવી મેતા :રાષ્ટ્રીયકક્ષાએ જુડો કોમ્પિટિશનમાં ઝળકી
ગાંધીનગર : રાજકોટના વતની નિર્મલભાઇ રાયધનભાઇ મેતાની સુપુત્રી કુ.જ્હાનવી મેતાને અન્ડર 19/40 કિલો વેઇટમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રિય ક્ક્ષાએ "જુડો" કોમ્પીટીશનમાં ભાગ લેવા બદલ સમગ્ર આહીર સમાજ તથા આહીર યુવા ફોરમ, ગાંધીનગર તરફથી શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવેલ છે.
કુ.જ્હાનવીને ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ DLSS- રાજકોટ દ્વારા ૩ વર્ષથી સ્પોન્સર કરવામાં આવે છે. તેણીએ જીલ્લા કક્ષાએ અનેક વાર તથા રાજ્ય કક્ષાએ ત્રણ વાર ગોલ્ડ/સિલ્વર મેડલ મેળવવાની સિધ્ધિ પ્રાપ્ત કરીને આહીર સમાજનું ગૌરવ વધારેલ છે, ત્યારે તેણી રાષ્ટ્રિય ક્ક્ષાએ પણ ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરીને આહીર સમાજ તથા રાજકોટનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા આહીર યુવા ફોરમના અશ્વિન જે. જાટીયાએ આપી છે
(1:29 am IST)