ગુજરાત
News of Saturday, 5th January 2019

ઘરકંકાસમાં વડોદરાના નશેબાજ પતિએ પત્નીને ઢોર માર માર્યો

 વડોદરા:શહેરના ખંડેરાવમાર્કેટ પાછળ રહેતા યુવાન દંપતી વચ્ચે થયેલા ગૃહક્લેશમાં ઉશ્કેરાયેલા નશેબાજ પતિએ પત્નીને બેટ વડે ફટકારીને તેનો એક હાથ ભાંગી નાખ્યો હતો.

અમદાવાદમાં અસરવારોડ પર રહેતી ૨૩ વર્ષીય રીટાબેન ઠાકોરનું પાંચ વર્ષ પહેલા શહેરમાં ખંડેરાવમાર્કેટ પાછળ ફ્રુટવાળાની ગલીમાં રહેતા જગદીશ પ્રતાપભા ઠાકોર સાથે થયું હતું અને તેઓને કોઈ સંતાન નથી. છેલ્લા કેટલાક સમયથી જગદીશને દારૃ પીવાની લત લાગતા તે અવારનવાર દારૃનો નશો કરીને પત્નીની હેરાનગતિ કરતો હોઈ અંગે અગાઉ રીટાબેને પોલીસ કાર્યવાહી કરી હતી.

 

(5:05 pm IST)