વડોદરાના મકરપુરામાં પોલીસે મોડી રાત્રે ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: 6 શકુનિઓને 21 હજારની રોકડ સાથે ઝડપ્યા
વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળામાં ં જુગાર રમી રહેલા છ જુગારિયાઓની મકરપુરા પોલીસે ધરપકડ કરી તેઅોની પાસેથી 31 હજારથી વધુની મતા જપ્ત કરી હતી.
મકરપુરા પોલીસને ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે મકરપુરા ગામ જશોદા કોલોની ત્રણ રસ્તા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના પગલે પોકો ઈન્દ્રજીસિંહ સહિતના સ્ટાફે ઉક્ત સ્થળે દરોડો પાડયો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા અબ્દુલ રસીદ અન્સારી, સચિન સુરેશભાઈ મહંતો, ધર્મેન્દ્ર રામ કિશન સૈની, મનુભાઈ જીતેન્દ્ર મહંતો, સંજય રામસહાય યાદવ અને રાજેન્દ્ર મહંતોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ અને પાંચ મોબાઇલ ફોન સહિત ૩૧ હજારથી વધુની મતા જપ્ત કરી હતી.