ગોરવા-અરુણાચલ રોડ પર મહિલાની મજબુરીનો ગેલભ લઇ મકાનમાલિકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ
વડોદરા:ગોરવા-અરૃણાચલ રોડ પરના ફ્લેટમાં ઘરકામ કરવા જતી મહિલાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને મકાનમાલિકે વારંવાર શારીરિક શોષણ કર્યુ હતુ.મકાન માલિકનો ત્રાસ સહન નહિ થતા છેવટે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મકાનમાલિકની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે,ગોરવા અરૃણાચલ રોડ પર આવેલા હરેકૃષ્ણ એપાર્ટેમેન્ટમાં રહેતો ડીકન્સ સાયમન મેકવાન વ્યવસાયે કેબલ ઓપરેટર છે અને સીઝનલ વ્યવસાય કરે છે. તેના ઘરે છેલ્લાં દોઢેક વર્ષથી ૩૭ વર્ષીય પરિણીત મહિલા ઘરકામ કરવા માટે જતી હતી. શરૃઆતના ચાર મહિના બરાબર ચાલ્યું હતું પરંતું ત્યારબાદ મકાનમાલિક ડીકન્સની મહિલા પર દાનત બગડી હતી. તેણે કામવાળી બાઈને અડપલા કરી છેડતી શરૃ કરી હતી અને ત્યારબાદ તેને ધમકી આપી શારીરિક સંબંધ બાંધવાનું શરૃ કર્યું હતું.