અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખની ઉપસ્થિતિમાં ધોલેરા તાલુકા ભાજપ મંડલ યુવા મોર્ચાની પરિચય બેઠક યોજાઇ
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ભાજપ મંડલ યુવા મોર્ચાની પરિચય બેઠક યુવા મોર્ચા જીલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ચાંદની હોટલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખ રણધીરસિંહ પઢેરિયા , જયદીપસિંહ ચુડાસમા, વિજયભાઈ પટેલ, કાળુભાઈ બારૈયા, પ્રતિકભાઈ ,ધોલેરા તાલુકા ભાજપ મંડલના આગેવાન છોટુભાઈ રાંઘાણી, હરપાલસિહ ચુડાસમા, પ્રતાપસિંહ ચૂડાસમા, ધોલેરા તાલુકા ભાજપ મંડલ મહામંત્રી નિતેશભાઈ પરમાર, યુવા મોર્ચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, પી. ડી. ચુડાસમા ( બાવલિયારી) , અક્ષયરાજસિંહ ચૂડાસમા (ભડિયાદ) , મહેન્દ્રસિંહ ચુડાસમા ( હેબતપુર ), આગેવાનો, કાર્યકરો ,હોદેદારો, અને પદાધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી - ધોલેરા)