ગુજરાત
News of Friday, 4th December 2020

રાજપીપળા જેલમાંથી છૂટેલા કેદીઓને રાશન કીટ આપી સારું જીવન જીવવાનો સંદેશ અપાતું શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેનાર શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશને જેલમાંથી સજા ભોગવીને છૂટતા કેદીઓને રાસન કીટ આપી તેમને હવે પછીનું જીવન સારી રીતે જીવવા માટેની સમજ આપી હતી.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક વાર જેલમાંથી છૂટતા કેદીઓ પાસે આજીવિકાનો કોઈ સાધન ન હોય તો તેઓ પુનઃ ગુનાખોરીની દુનિયામાં દાખલ થાય છે પરંતુ અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશને સમાજ સેવામાં એક નવો ચીલો ચીતરીને જેલમાંથી છૂટ્તા કેદીઓને એક મહિનો ચાલે તેટલી રાસન કીટ આપીને તેને ભરણપોષણની તકલીફ ન પડે તેવા શુભ આશયથી આ કાર્ય કર્યું હતું. જેલરએ પણ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો.

(11:10 pm IST)