ગુજરાત
News of Friday, 4th December 2020

કોરોના કહેર વચ્ચે રાજપીપળા નવા ફળીયામાં ભયંકર ખદબદતી ગંદકીથી રોગચાળો ફેલાઇ તેવી સ્થિતિ

પાંચ વર્ષથી ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈ ન થતા વારંવાર ગંદુ પાણી ઉભરાઈ લોકોના ઘરોમાં ઘૂસતા રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ રાજપીપળા શહેરમાં કોરોનાના વધતા કેસ માટે આરોગ્ય વિભાગ અને પોલીસ સતત કામે લાગી છે પરંતુ વેરો વધર્યા બાદ પણ પાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં યોગ્ય સફાઈ નથી થતી જેમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા ફળીયા ખાડામાં આવેલી ભૂગર્ભ ગટર પાંચેક વર્ષથી વારંવાર ઉભરાતા સ્થાનિકોના ઘરોમાં ગંદુ પાણી ભરાઈ જતા કોરોના કાળમાં કોલેરા કે અન્ય રોગચાળો ફેલાઈ તેવી દહેશત લોકોમાં ઘૂસી ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સફાઈ કામદાર આવે છે પરંતુ કચરો સાફ કરી લારીમાં ભરવાના બદલે ગટરમાં જ નાંખી દેતા આ ગટર વારંવાર ભરાઈ જાય છે આ બાબતે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી.નવા મુકાયેલા મુખ્ય અધિકારી યોગ્ય પગલાં લે તેવી માંગ છે.

(10:59 pm IST)