ગુજરાત
News of Friday, 4th December 2020

બોગજ (કોલીવાડા)ગામની 5 વર્ષ થી ચામડીના રોગથી પીડાતી મહિલા ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બોગજ (કોલીવાડા)ગામ માં રહેતી શાંતાબેન લક્ષ્મણ ભાઇ વસાવા 5 વર્ષ થી ચામડીના રોગથી પીડાતી હોય ઘણી સારવાર કરવા છતાં સારું ન થતા આ બીમારી થી કંટાળી પોતાની જાતે ઘરમાં મુકેલી ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત થતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:54 pm IST)