ગુજરાત
News of Friday, 4th December 2020

આદિપુરમાંથી ગેરકાયદેસર પ્રોટીન પાવડર - નેપકીન રૂમાલનો જથ્થો જપ્ત કરાયો : એલસીબીની કાર્યવાહી

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે આદિપુરમાંથી ગેરકાયદેસર પ્રોટીન પાવડર તેમજ કપડાના નેપકીન - રૂમાલનો જથ્થો જપ્ત કર્યો છે.

રેન્જ આઈજી અને પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા આદિપુરના વોર્ડ નં.૩/બીમાં આવેલ પ્લોટ નં.૧૬૯ના રહેણાંક મકાનમાં આવેલા સ્ટોર રૂમમાં તપાસણી કરાઈ હતી , જેમાં ચોરી કે છળકપટથી મેળવેલ ચોકલેટ ફલેવર પ્રોટીન પાવડરના ર૩ બોક્ષ કિંમત રૂા.૯ર હજાર તેમજ ઇૈંડ જીૈહષ્ઠી ૧૮૯૨ કંપનીના કિચન ટોવેલ્સના ૪૪ બોક્ષ કિંમત રૂા.૧ , ૭૬ , ૦૦૦ હજાર મળી કુલ રૂા.ર.૬૮ લાખનો મુદ્દામાલ સીઆરપીસી કલમ મુજબ કબજે કરી કિરણસિંઘ ઉજ્વલસિંઘ કોચર નામના આધેડની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવામાં ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈ , પીએસઆઈ બી.જે. જાેષી સહિતનો સ્ટાફ જાેડાયો હતો

(9:00 pm IST)