ગુજરાત
News of Friday, 4th December 2020

વડોદરામાં બુટલેગરથી 60 હજારની લાંચ માંગવાના પ્રકરણમાં આઈએસઆઈને એસીબીએ ઝડપી પાડ્યા

વડોદરા: દિવાળી કરવા માટે બુટલેગર પાસે દારૃનો ધંધો શરૃ કરાવ્યા બાદ રૃા.૬૦ હજારની લાંચની માંગણી પૈકી રૃા.૩૦ હજારની લાંચ લેવા ગયેલા શહેરા પોલીસ સ્ટેશનના એએસઆઇને એસીબીએ ઝડપી પાડયો હતો.

અંગેની વિગત એવી છે કે શહેરા તાલુકાના એક બુટલેગરે દારૃનો ધંધો બંધ કરી દીધો હતો. જો કે શહેરા પોલીસ સ્ટેશનનો એએસઆઇ મહેન્દ્રસિંહ સાબતસિંહ બારીયા(રહે.નવી પોલીસ લાઇન શહેરા, મૂળ રહે.માતરીયા વ્યાસ તા.મોરવા હડફ, જી.પંચમહાલ) બુટલેગરના ઘેર દિવાળી પહેલા ગયો હતો અને તમે દારૃનો ધંધો ચાલુ કરો તેમજ મને દિવાળી કરાવવી પડશે તેમ કહ્યું હતું. દિવાળી પૂરી થયા બાદ એએસઆઇ બુટલેગરના ઘેર ગયો હતો અને દારૃનો ધંધો કરાવવા માટે વ્યવહારના રૃા. લાખની માંગણી કરી હતી.

બુટલેગરે લાંચની રકમ વધારે છે તેમ કહેતા રકઝકના અંતે રૃા.૬૦ હજાર લેવાનું એએસઆઇએ નક્કી કર્યું હતું અને રૃા.૩૦ હજાર એએસઆઇએ લીધા હતાં. લાંચની બાકીની રૃા.૩૦ હજારની ઉઘરાણી એએસઆઇ દ્વારા વારંવાર કરવામાં આવતી હોવાથી આખરે બુટલેગરે દાહોદ એસીબીમાં ફરિયાદ આપતા પીઆઇ પી.કે.અસોડાએ સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવી  લાંચની રકમ ચલાલી ગામે લેવા જતા એસીબીએ એએસઆઇને રંગે હાથ ઝડપી પાડયો હતો.

(4:47 pm IST)