ગુજરાત
News of Thursday, 3rd December 2020

અમદાવાદમાં ટોઇંગનો દંડ ભરવા મુદ્દે હોબાળો :યુવકે કહ્યું મારી લાશ પરથી પસાર થવું પડશે

પોલીસે ફરજમાં રુકાવટ કરવા બદલ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં જોવા મળ્યું. બપોરના સમયે પ્રહલાદ નગર વિસ્તારમાં ટુ વ્હીલર પાર્ક કરી એક વ્યક્તિ નીકળી જતા ટ્રાફિક પોલીસે વાહન નહીં કરવાની ફરજ પડી હતી. જોકે આ વાતની જાણ ટુ વ્હીલર પાર્કિંગ કરનાર વ્યક્તિને થતાં જ ટ્રાફિક પોલીસ પર હુમલો બોલાવી ચૂક્યો હતો. ન બોલવાનું બોલી હોબાળો મચાવ્યો હતો. 

. જોકે ઉશ્કેરાયેલા વ્યક્તિએ ટોઇંગ વાહન પર ચડી જઈને પોલીસને ગાળો ભાંડવાનું શરૂ કરી નાખ્યું હતું. માંડવાળની રકમ નહીં ભરવા દસેક મિનિટ હોબાળો મચાવ્યો હતો. જો કે આખરે પોલીસે પોતાનો સંયમ ગુમાવ્યો હતો અને પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફરજમાં રૂકાવટ સહિતનાં ગુના દાખલ કરીને વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. 

પોલીસે કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા બદલ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:09 am IST)