ગુજરાત
News of Wednesday, 4th December 2019

વિરમગામની ધર્મજીવન સ્કુલ ખાતે ઇસરોનું એક્સીબિશન ખુલ્લુ મુકાયુ

લાયન્સ કલબ ઓફ વિરમગામ આયોજિત ઈસરો એક્સીબિશન શુક્રવાર સુધી નિહાળી શકાશે

વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ જાણીતી શૈક્ષણીક સંસ્થા ધર્મજીવન સ્કુલ ખાતે ઇસરો એક્સીબિશનને બુધવારે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા ઈસરો એક્સીબિશનનું ઉદ્ઘાટન ધર્મ જીવન સ્કુલ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરમગામ તાલુકાની તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને  પ્રદર્શન જોવા માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે

  ઉદ્ઘાટન સમારંભમાં લાયન્સ પ્રમુખ હરિવંશભાઈ શુક્લ, ઝોન ચેરમેન અશ્વિનભાઈ વોરા, ઈસરો તરફથી ડિપાર્ટમેન્ટ હેડ કૃણાલભાઈ જોશી, હિરેન ભાઈ પીથવા ધરમજીવન સ્કૂલના સંચાલક  પુરૂષોત્તમભાઈ પટેલ, રાજુભાઇ રાવલ અને લાયન્સ સભ્યો તેમજ ભૂતપૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતા.  

 લાયન્સ પ્રમુખ હરિવંશભાઈ શુક્લએ જણાવેલ કે, લાયન્સ કલબ દ્વારા આયોજિત ઈસરોનું આ પ્રદર્શન વિરમગામ તાલુકાના આશરે આઠ થી દસ હજાર વિદ્યાર્થીઓ માણશે અને એમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે. આ પ્રદર્શનને હિન્દુસ્તાન ગમત એન્ડ કેમિકલ્સ જખવાડા સ્પોનસર કરે છે, ઈસરોનો આ પ્રદર્શન માટે, ધર્મજિવન સ્કુલનો સ્થાન આપવા માટે અને બધી જ સ્કૂલોનો સાથ સહકાર આપવા બદલ પ્રમુખ હરિવંશ ભાઈ અને મંત્રી અતુલ કુદેશિયા એ આભાર વ્યક્ત કર્યો હતો.

  લાયન્સ સભ્યો અને ભૂતપૂર્વ પ્રમુખઓએ તેમજ ઘણી બધી સ્કૂલોના સંચાલકો અને શિક્ષકોએ ઓપનિંગ માં ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારેલ. આ પ્રદર્શન બુધ ગુરુ અને શુક્ર એમ ત્રણ દિવસ માટે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે. વધુ ને વધુ લોકો પ્રદર્શન જોવા આવે અને લાભ લે એવી આશા લાયન્સ કલબે રાખેલ છે.

(6:41 pm IST)