ગુજરાત
News of Wednesday, 4th December 2019

ઝઘડિયા તાલુકામાં બકરી ચરાવવા ગયેલ હવસખોરે 11 વર્ષીય માસુમ બાળકીને શેરડી અપાવવાના બહાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચરતા અરેરાટી

ઝઘડીયા: તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા બીજી કેટલીક છોકરીઓ સાથે બકરી ચરાવવા ગઈ હતી. ત્યારે 

હવસખોર નરાધમે બાળાને શેરડી આપવવાના બહાને  ખેતરમાં લઈ જઈ કુકર્મ કર્યું હોવાની ફરિયાદ  ઝઘડીયા પોલીસ મથકમાં નોંધાઇ છે. ગત તા.૧લીએ નાની છોકરી તથા છોકરો બકરી ચરાવવા ગયા હતા.    તેમની સાતે ૧૧ વર્ષીય બહેનપણી પણ બકરી ચરાવવા માટે ગઈ હતી. બપોરના ત્રણ વાગ્યાના અરસામાં હવસખોર ભગવત જગલા વસાવા જ્યાં તેનો છોકરો તથા છોકરી સાથે ગામની જે અન્ય  બાળા ગઈ હતી. તેને પટાવી ફોસલાવી, ચાલ તને શેરડીના ખેતરમાંથી શેરડી કાપી આપું તેમ કહી શેરડીના ખેતરે લઈ ગયો હતો. શેરડી આપવાના બદલે નરાધમ ભગવતે ૧૧ વર્ષીય  બાળા સાથે કુકર્મ કર્યું હતુ. કુકર્મ કર્યા બાદ ભગવતે બાળાને ધમકી આપી હતી કે આ બાબતની વાત કોઈને કરીશ તો  તને જાનથી મારી નાંખીશ ધમકીથી હેબતાઈ ગયેલી બાળાએ ઘરે આવી કોઈને વાત કરી ન હતી. આજે  બાળાની માતાએ બાળાના ગુપ્તભાગેથી લોહી નિકળતું હોવાનું જોતા તેના પતિને આ બાબતની વાત કરી હતી. માતાએ દિકરીને પૂછતાં  ભગવત જગલા વસાવાએ શરેડી આપવાનું કહી ખેતરમાં લઈ જઈ કુકર્મ કર્યું હોવાનું જણાવ્યું હતુ. ૧૧ વર્ષીય બાળા સાથે કરેલ કુકર્મ બાબતે ભોગ બનનારની માતાએ ભગવત જગલા વસાવા (ઉ.વ.૩૬) વિરૃધ્ધ ઝઘડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(5:29 pm IST)