ગુજરાત
News of Wednesday, 4th December 2019

બોર્ડ નિગમના પેન્શનરોને રપ૦-૧૦૦૦નું પેન્શન : ઘોર અપમાનજનક બાબત

સુપ્રીમ કોર્ટે પણ ૭પ૦૦નું પેન્શન કરી આપવા ચુકાદો આપ્યો છે છતા ગુજરાત અને કેન્દ્ર સરકાર દુર્લક્ષ સેવી રહી છે : કાલે દિલ્હીમાં હજારો પેન્શનરોના ધરણાઃ ગુજરાત એસટી નિવૃત પેન્શન સંઘના નેજા હેઠળ ર હજાર કર્મચારીઓ દિલ્હી જવા રવાના

રાજકોટ તા. ૪ : બોર્ડ-નિગમના દેશ ભરના હજારો પેન્શનરોને રૂ.રપ૦ થી ૧૦૦૦ જેવી મામુલી રકમ પેન્શન પેટે આપવા આવે છે. કે ૭પ૦૦ પેન્શન કરી આપવું છતા રાજય-કેન્દ્રમાં સરકાર અમલ કરતી નથી.

જેથી આ બાબતે બોર્ડ-નિગમ એસ.ટી.ગ્રામીણ બેંકો વિજ બોર્ડ સહીતના હજારો નિવૃત કર્મચારી અધિકારીઓમાં નિરાસા સાથે પ્રચંડ રોષ છે. આવા નજીવા પેન્શનથી મોટા અધિકારીઓથી માંડી નાના કર્મચારીઓથી ઘોર મશ્કરી સમાન હોય, અપમાનિત થયેલ છ.ે ઉપરોકત બાબતે સરકારશ્રી તાકીદે નિર્ણય લ્યે અને સરળ જીવન જીવવાનો હક્ક આપે તેવી અપીલ છે.

રાજકોટ-ગુજરાત તેમજ દેશભરના બોર્ડ-નિગમોના હજારો પેન્શનરો કે જેઓને રપ૦થી ૧૦૦૦ નું જ પેન્શન આપવામાં આવે છ.ે તેઓએ અનેક વખત કેન્દ્ર તેમજ રાજય સરકારોનું અનેક વખત રૂબરૂ તેમજ લેખીત રજુઆત કરેલ છતા આજ દિવસ સુધી તે બાબતે સરકારશ્રીએ કંઇ નિર્ણય લીધેલ નથી એટલું જ નહી પરંતુ આ બાબતે વિરોધ પક્ષના સાંસદોએ પણ સાંસદમાં રજુઆત કરેલ છે.

આ બાબત સરકારે દુર્લક્ષ સેવી રહી છ.ે સરકારને નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ જજમેન્ટ ક્રમાંક ૩૩૦૩ર ના ચુકાદા મુજબ લઘુમત પેન્શન રૂ.૭પ૦૦ કરી આપવા હુકમ કરેલ છ.ે છતા સરકારે આ હુકમની અવગણના કરેલ છે.

જેથી ઉપરોકત બાબતે પોતાની માંગ સ્વિકારી યોગ્ય ન્યાય માટે દેશભરના તમામ પેન્શનરોએ આંદોલનનું બ્યુગલ વગાડી જીવન નિર્વાણના હક્ક માટે કાલે દિલ્હી સંસદ ભવન ખાતે પ્રતિક ઉપવાસ ધારણા ઉપર અચોકકસ મુદત માટે એકત્રીત થશે અને તેમ છતાં ચોકકસ ન્યાય નહી મળ્યે દિલ્હી ખાતે તેમજ દેશના તમામ રાજયોમાં રસ્તા રોકો આંદોલન જેવા ઉગ્ર આંદોલનો કરવા કટીબંધ થયેલ છે.

આજની કટોકટી ભર્યા જીવનમાં મોંઘવારીએ માજા મુકી છે. ત્યારે ફકત રપ૦ થી ૧૦૦૦ જેવા પેન્શનથી પેન્શનરોને મૃત્યદંડ સમાન જીવનને આધારહીન લાચાર પેન્શનરોને સરકારશ્રી યોગ્ય ન્યાય આપે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

કાલે દિલ્હી ખાતેના ધરા સંર્દભે ગુજરાત એસટી નિવૃત કર્મચારીસંઘના નેજા હેઠળ ર હજારથી વધુ નિવૃત બોર્ડ-નીગમના કર્મચારીઓ અધિકારીઓ ધરણા-દેખાવો, સરકારને ઢંઢોળવા આજે દિલ્હી જવા રવાના થયા છ.ે

(11:41 am IST)