ગુજરાત
News of Wednesday, 4th December 2019

રાજયમાં ગ્રાન્ટેડ શાળામાં ૫૧૦૬ શિક્ષક સહાયકની કરાશે ભરતી

માધ્યમિક શાળામાં ૧૯૧૩ શિક્ષક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૩૧૯૩ શિક્ષક સહાયકોની ભરતી થશે ૮ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

અમદાવાદ ,તા.૪: આગામી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ગ્રાન્ટેડ શાળામાં ૫૧૦૬ શિક્ષક સહાયકોની ભરતી કરાશે. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ૧૯૧૩ શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૩૧૯૩ શિક્ષક સહાયકોની ભરતી કરાશે. જે માટે ઉમેદવારોએ ૮ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. જે બાદ ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.ર૦-૧ર-ર૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.ર૭-૧ર-ર૦૧૯ સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના ર૦ ટકા મુજબ તા.૩૦-૧ર-ર૦૧૯ સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

(11:39 am IST)