ગુજરાત
News of Wednesday, 4th December 2019

કરચોરી અંગેની અશંકામાં આવકવેરા વિભાગે નોટિસ ફટકારી : વારંવાર તેડું મોકલતા ખેડૂતોએ કર્યો વિરોધ

આર્થિક વ્યવહારોના પુરાવા રજુ કરવા છતાં પણ વારંવાર તેડું મોકલી પરેશાન

 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકો કેળાની ખેતી માટે ખુબ જાણીતો છે અને તેના પાણેથા અને આસપાસના વિસ્તારમાંથી મોટાપાયે કેળાની દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. વિસ્તારના અનેક ખેડૂતોને આવકવેરા વિભાગની નોટિસ મળી છે. કરચોરી બાબતે શંકાના દાયરામાં લઈ આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારી છે. જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

આયકર વિભાગ તરફથી ખેડૂતોના એકાઉન્ટની માહિતી મેળવી નોટિસો આપવામાં આવી રહી છે જે એક હેરાનગતિ સમાન છે. આયકર વિભાગમાં નોટિસ મેળવનારા લોકો દ્વારા તેઓ ખેડૂત હોવાના અને આર્થિક વ્યવહારોના પુરાવા રજુ કરવા છતાં પણ વારંવાર તેડું મોકલી પરેશાન કરવામાં આવી રહ્યા છે.

(8:56 am IST)