News of Tuesday, 4th December 2018
અખંડ ફાર્મ મહેફિલ કાંડ :ચિરાયુ અમિન સહિત 129 આરોપીઓ સામે 1099 પાનાની ચાર્જશીટ
વડોદરા શહેર નજીક આવેલા ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં ગત 22 ડિસેમ્બરે ઉદ્યોગપતિ જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈની પાર્ટીમાં પોલીસને બાતમી મળતાં મહેફિલ પર જિલ્લા પોલીસે દરોડો પાડ્યો હતો. આ કેસમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે આજે વડોદરા તાલુકા કોર્ટમાં ઉદ્યોગપતિ ચિરાયુ અમિન સહિત 129 આરોપીઓ સામે 1099 પાનાની ચાર્જશિટ દાખલ કરી છે.
(8:55 pm IST)