ગુજરાત
News of Tuesday, 4th December 2018

અમદાવાદ નજીક કાપડના શોરૂમમાં ચેંજ રૂમમાંથી મહિલાનું દોઢ લાખનું સોનાનું કડુ ગૂમ થતા અરેરાટી: ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

અમદાવાદ:ગુરૃકુલ નજીક આવેલા એક કપડાના શોરૃમના ચેન્જ રૃમમાંથી મહિલાનું દોઢ લાખ રૃપિયાની કિંમતનું સોનાનું કડુ ચોરાયું હતું. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ કચ્છ ગાંધીધામમાં રહેતા વંદનાબહેન કોટાઈ (૫૩)ના પુત્રના જાન્યુઆરીમાં લગ્ન હોવાથી પતિ સાથે ખરીદી કરવા આવ્યા હતા. દરમિયાન ૧ ડિસેમ્બરના રોજ ગુરૃકુલથી ઘાટલોડીયા તરફ જવાના રસ્તે આવેલા સહેલી શોરૃમમાં તેઓ ખરીદી કરવા ગયા હતા.

વંદનાબહેન શોરૃમના ટ્રાયલ રૃમમાં ડ્રેસ ચેક કરવા ગયા હતા. તે સમયે તેમણે રૃ. ૧,૫૦,૦૦૦ ની કિંમતનું સોનાનું કડું પહેરેલું હતું. જેને કારણે ડ્રેસ ચેન્જ કરવામાં તકલીફ થતા તેમમે કડુ કાઢીને દરવાજા પાઠળના હુકમાં ભરાવી દીધું હતું. ત્યારબાદ તે ડ્રેસ ચેન્જ કરીને દુકાનની બહાર નીકળી ગયા હતા.

(5:42 pm IST)